નવી દિલ્હી: મહારાષ્ટ્ર (Maharashtra)  સરકારમાં મંત્રી અને પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ બાળાસાહેબ થોરાટે (Balasaheb Thorat)  નાગરિકતા સંશોધન બિલ 2019 (Citizenship Amendment Bill 2019) ને રાજ્યમાં લાગુ ન કરવાના સંકેત આપ્યા છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ (Congress)  પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વની આ બિલના વિરોધમાં જે ભૂમિકા છે, તે જ  અમારી ભૂમિકા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં આ અગાઉ 3 રાજ્યો પંજાબ (Punjab), પશ્ચિમ બંગાળ, અને કેરળ (Kerala) ના મુખ્યમંત્રીઓએ નાગરિકતા સંશોધન બિલને બંધારણની વિરુદ્ધ ગણાવતા પોત પોતાના રાજ્યોમાં લાગુ ન કરવાની જાહેરાત કરી છે. અત્રે જણાવવાનું કે આ બિલને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મંજૂરી આપી ચૂક્યા છે અને ત્યારબાદ હવે તેણે  કાયદાનું સ્વરૂપ લઈ લીધુ છે. 


CAB સામે પંજાબ, કેરળ અને પશ્ચિમ બંગાળની બગાવત, કાયદો રાજ્યમાં લાગુ ન કરવાની મુખ્યમંત્રીઓની જાહેરાત


કોંગ્રેસના વરિષ્ઠ નેતા પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંહે સીએબી તથા નેશનલ રજિસ્ટર ફોર સિટીઝન (NRC) બંનેને ખોટા ગણાવ્યાં. કેપ્ટને કહ્યું કે પંજાબ કોઈ પણ હાલતમાં આ બિલને મંજૂર કરશે નહીં, કારણ કે આ પણ એનઆરસીની જેમ લોકતંત્રની ભાવના વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે પંજાબમાં તેને લાગુ કરાશે નહીં. 


નોંધનીય છે કે ભારત અને પાકિસ્તાનની સરહદનો એક મોટો ભાગ સરહદી રાજ્ય પંજાબને ફાળે છે. ભારતથી પાકિસ્તાન જવા અને પાકિસ્તાનથી ભારત આવવા માટે સૌથી પ્રમુખ રસ્તા પણ પંજાબથી જ થઈને જાય છે અને આ રસ્તે સેંકડો હિન્દુ શરણાર્થીઓ ભારત આવ્યાં છે. આ શરણાર્થીઓમાંથી અનેક પરિવાર હજુ પણ પંજાબમાં રહે છે. 


વિરોધના વંટોળ વચ્ચે નાગરિકતા સંશોધન બિલ બન્યો કાયદો, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આપી મંજૂરી


કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને પણ કહ્યું છે કે કેરળ CABને સ્વીકારશે નહીં. વિજયને આ બિલને ગેરબંધારણીય ગણાવતા કહ્યું હતું કે કેન્દ્ર સરકાર ભારતને ધાર્મિક આધારો પર વહેંચવાની કોશિશ કરી રહી છે. 


નાગરિક્તા સંશોધન બિલઃ આસામમાં વિરોધ ચરમસિમાએ, ત્રણનાં મોત, અનેક શહેરોમાં કરફ્યુ


એએનઆઈ મુજબ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પણ ખડગપુરમાં કહ્યું હતું કે મારા શાસનમાં આ બિલ રાજ્યમાં લોકો પર લાગુ થઈ શકશે નહીં. CABથી ડરવાની જરૂર નથી. અમે તમારી સાથે છીએ. જ્યાં સુધી અમે અહીં છીએ ત્યાં સુધી કોઈ તમારા પર તે થોપી શકશે નહીં. પશ્ચિમ બંગાળની સરકારમાં મંત્રી ડેરેક ઓ  બ્રાયને કહ્યું કે પશ્ચિમ બંગાળમાં એનઆરસી અને CAB બંને લાગુ કરાશે નહીં. તેમણે કહ્યું કે સીએમ મમતા  બેનરજી આ વાત પહેલા જ કરી ચૂક્યા છે. 


આ VIDEO પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


 દેશના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....